એ.સી.બી ની સફળ ટ્રેપ - તલાટી કમ મંત્રી, જખવાડા ગ્રામ પંચાયત કચેરી, તા-વિરમગામ, જી-અમદાવાદ

 એ.સી.બી ની સફળ ટ્રેપ 


ફરિયાદી:- એક જાગૃત નાગરિક


આરોપી:- કાશ્મીરાબેન D/o ભાણદાસ મકવાણા, 

હોદ્દો:- તલાટી કમ મંત્રી, જખવાડા ગ્રામ પંચાયત કચેરી, તા-વિરમગામ, જી-અમદાવાદ, વર્ગ-૩


ટ્રેપની તારીખ :- ૨૦/૦૬/૨૦૨૫


લાંચની માંગણીની રકમ રૂ.૨૦,૦૦૦/-

લાંચની સ્વીકારેલ રકમ રૂ.૨૦,૦૦૦/-

લાંચની રિકવર કરેલ રકમ રૂ.૨૦,૦૦૦/-


ટ્રેપનું સ્થળ: જખવાડા ગ્રામ પંચાયત કચેરી, તા- વિરમગામ, જી-અમદાવાદ 


ટૂંક વિગત :-

આ કામના ફરિયાદીની પુત્રીનું જન્મ નું પ્રમાણપત્ર કઢાવવા માટે ફરીયાદીશ્રી જખવાડા ગ્રામ પંચાયત કચેરી ખાતે આશરે આજ થી પંદર દિવસ પહેલા ગયેલ હતા. ત્યાં હાજર તલાટી કમ મંત્રીશ્રી કાશ્મીરાબેન નાઓને મળેલ અને પુત્રીનું જન્મ નું પ્રમાણપત્ર કાઢી આપવા વિનંતી કરેલ તે સમયે આરોપી કાશ્મીરાબેન નાઓએ જણાવેલ કે, તમારી પુત્રીનું જન્મનું પ્રમાણપત્ર કઢાવવું હોય તો તમારે રૂ.૨૦,૦૦૦/- નો વહેવાર કરવો પડશે તે સમયે ફરીયાદીશ્રીએ જણાવેલ કે હાલમાં મારી પાસે આટલા પૈસાની વ્યવસ્થા નથી. જેથી આરોપીએ જણાવેલ કે “ પૈસાની વ્યવસ્થા કરી રૂબરૂ પંચાયત કચેરી આવી જવા જણાવેલ. જે લાંચના નાણાં ફરીયાદી આપવા માંગતા ન હોય આજરોજ એ.સી.બી નો સંપર્ક કરતાં, ફરીયાદી ની ફરીયાદ આધારે લાચનું છટકું ગોઠવવા માં આવેલ, અને લાંચ ના છટકા દરમ્યાન આરોપી કાશ્મીરાબેન નાઓએ રૂ.૨૦,૦૦૦/- લાંચ ની માંગણી કરી, સ્વીકારી સ્થળ ઉપર પકડાઈ જઇ ગુનો કર્યા વિગેરે બાબત.


ટ્રેપીંગ અધિકારી :- 

શ્રી એન.એન.જાદવ,

પોલીસ ઇન્સપેક્ટર,

અમદાવાદ ગ્રામ્ય એ.સી. બી પી.સ્ટે.


સુપરવિઝન અધિકારી :- 

શ્રી એન.એન.જાદવ, 


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ