એસીબીની સફળ ટ્રેપ

ફરીયાદી: એક જાગૃત નાગરીક  
 આરોપી: રસિકભાઇ ઘનશ્યામભાઇ રાઠોડ, (કોમ્પ્યુટર ઓપરેટર – આઉટ સોર્સ)

ટ્રેપની તારીખ : ૦૯/૧૦/૨૦૨૫ 

લાંચની માંગણીની રકમ: રૂ. ૩૨,૦૦૦/- 

લાંચની સ્વીકારેલ રકમ : રૂ. ૩૨,૦૦૦/- 

લાંચની રીકવર કરેલ રકમ : રૂ. ૩૨,૦૦૦/- 

ટ્રેપનું સ્થળ: રાજપરા ચોકડી પર આવેલ શ્રી ક્રિષ્ના આઇ માતા હોટલ અને રેસ્ટોરન્ટ,શિહોર, જીલ્લો-ભાવનગર.

ટુંક વિગત: આ કામે હકીકત એવી છે કે, ફરીયાદીના કુટુંબી કાકાનુ અવસાન થતા તેઓના નામે રહેલ મોજે.તોતણીયાળા, તા.વલ્લભીપુર ખાતે આવેલ સંયુક્ત ખેતીની જમીનમાં સીધી લીટીના વારસદાર ફરીયાદીના કાકી અને તેઓના બે બાળકોના નામ વારસાઇમાં નોંધ કરાવવા ફરીયાદીના કાકીએ વલ્લભીપુર મામલતદારશ્રીની કચેરીમા અરજી કરેલ જેમા નામમા વિસંગતતાને લીધે મામલતદાર કચેરીમાથી તેઓની અરજી નામંજુર થયેલ અને આ બબતે નાયબ કલેક્ટર કચેરી શિહોર, ભાવનગર ખાતે અપીલ દાખલ કરેલ. જે અપીલમા થયેલ ઓર્ડરમાં સહી થઇ ગયેલ હોય તેમ છતાં આ ઓર્ડરની નકલની બજવણી કરવા અને વારસાઇ નોંધ દફતરે કરાવવા સારૂ નાયબ કલેક્ટર કચેરી શિહોર, ભાવનગરમાં ફરજ બજાવતા રસીકભાઇ રાઠોડ નાઓએ ફરીયાદી પાસે પાસે રૂપિયા ૩૨,૦૦૦/- (અંકે બત્રીસ હજાર રૂપિયા) લાંચની માંગણી કરેલ છે.જે લાંચની રકમ ફરીયાદી આક્ષેપિતને આપવા માગતા ન હોય, એ.સી.બી. નો સંપર્ક કરી આક્ષેપિત વિરુદ્ધ ફરીયાદ આપેલ. જે આધારે આજરોજ તા. ૦૯/૧૦/૨૦૨૫ના રોજ લાંચના છટકાનુ આયોજન કરતા, ફરીયાદી આક્ષેપિતને મળતા આક્ષેપિતે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચના નાણા સ્વિકારી સ્થળ પર પકડાઇ જઇ ગુનો કર્યા વિગેરે બાબત.
  
ટ્રેપીંગ અધિકારી: 
શ્રીમતી એ.કે. ચૌહાણ, પો.ઇન્સ. 
એ.સી.બી., ફિલ્ડ-૧, ગુ.રા.,અમદાવાદ.
તથા એ.સી.બી. ટીમ  

સુપર વિઝન અધિકારી : 
શ્રી જી.વી.પઢેરીયા, 
મદદનીશ નિયામક, 
એ.સી.બી. ફિલ્ડ-૧, ગુ.રા., અમદાવાદ.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ